૯ સપ્ટેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
૧૭૯૧ – રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનના નામ પરથી અમેરિકાની રાજધાનીનું નામ વોશિંગ્ટન, ડી.સી. રાખવામાં આવ્યું.
૧૮૫૦ – કેલિફોર્નિયા યુ.એસ.ના ત્રીસમા રાજ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.
૧૯૨૨ – ગ્રીસ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીસ્તાનનો વિજય.
૧૯૬૯ – કેનેડામાં સત્તાવાર ભાષા અધિનિયમ અમલમાં આવ્યો. સમગ્ર ફેડરલ સરકારમાં ફ્રેન્ચ ભાષાને અંગ્રેજીની સમાન દરજ્જો આપવામાં આવ્યો.
૧૯૯૧ – તાજિકિસ્તાને સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
૧૯૯૩ – ઈઝરાયલ–પેલેસ્ટાઇન શાંતિ પ્રક્રિયા: પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશને સત્તાવાર રીતે ઈઝરાયલને કાયદેસર રાજ્ય તરીકે માન્યતા આપી.
૨૦૦૯ – અરબી દ્વીપકલ્પમાં પ્રથમ શહેરી ટ્રેન નેટવર્ક દુબઈ મેટ્રોનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
૨૦૧૨ – ભારતીય અંતરિક્ષ એજન્સીએ સતત ૨૧ સફળ પીએસએલવી પ્રક્ષેપણના સિલસિલામાં હજી સુધીના તેના સૌથી ભારે વિદેશી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો.
૨૦૧૫ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમ પર સૌથી લાંબુ શાસન કરનાર શાસક (સામ્રાજ્ઞી) બન્યા.
૨૦૧૬ – ઉત્તર કોરિયાની સરકાર તેનું પાંચમું અને કથિત રીતે સૌથી મોટું પરમાણુ પરીક્ષણ કર્યું.
જન્મ
૧૮૨૮ – લિયો ટોલ્સ્ટોય , રશિયન નવલકથાકાર (અ. ૧૯૧૦)
૧૮૫૦ – ભારતેન્દુ હરિશ્વદ્ર , હિન્દી નાટ્યકાર અને વાર્તાલેખક (અ. ૧૮૮૫)
૧૯૦૦ – ગુણવંતરાય આચાર્ય , ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર (અ. ૧૯૬૫)
૧૯૨૯ – રૂથ ફાઉ , પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર. (અ.૨૦૧૭)
૧૯૬૭ – અક્ષય કુમાર , ભારતીય ફિલ્મ અભિનેતા
૧૯૭૪ – વિક્રમ બત્રા , કારગિલ યુદ્ધમાં શૌર્યતાપૂર્ણ કામગીરી માટે મરણોપરાંત પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર ભારતીય થલસેનાના સૈન્ય અધિકારી (અ. ૧૯૯૯)
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ