Knowledge Base Wiki

Search for LIMS content across all our Wiki Knowledge Bases.

Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.

કડીઓમાં ફેરફાર કરો

૧૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૯૨ – બટનવુડ સમજૂતી અંતર્ગત ન્યૂ યૉર્ક શેર બજારની રચના થઇ.
  • ૧૮૬૫ – "આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન" (International Telegraph Union) (જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ (International Telecommunication Union)માં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.
  • ૧૯૮૩ – લેબેનાન, ઈઝરાયલ અને અમેરિકાએ લેબેનોનમાંથી ઇઝરાયલી સૈન્ય હટાવી લેવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ માનસિક રોગોની યાદીમાંથી સમલૈંગિકતાને દૂર કરી.
  • ૨૦૦૪ – યુ.એસ.માં પ્રથમ કાનૂની સમલૈંગિક લગ્ન મેસેચ્યુસેટ્સ રાજ્યમાં કરવામાં આવ્યા.

જન્મ

અવસાન

  • ૧૮૯૩ – ફ્રેડરિક ગ્રાઉસ, શ્રી રામચરિતમાનસનો સૌ પ્રથમ અંગ્રેજી અનુવાદ કરનાર બ્રિટિશ સનદી અધિકારી (જ. ૧૮૩૬)
  • ૧૯૬૫ – ઉલ્લાસકર દત્ત, અનુશીલન સમિતિ અને બંગાળના યુગાંતર સાથે સંકળાયેલા ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૫)
  • ૧૯૯૮ – કમલાબાઈ ગોખલે, ભારતીય અભિનેત્રી (જ. ૧૯૦૦)
  • ૨૦૦૬ – નવનીત મદ્રાસી, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક (જ. ૧૯૧૯)
  • ૨૦૦૬ - રમેશ પારેખ, ગુજરાતી કવિ, લેખક (જ. ૧૯૪૦)
  • ૨૦૦૭ – ટી. કે. દોરાઇસ્વામી, તમિલ અને અંગ્રેજી સાહિત્યકાર
  • ૨૦૧૪ – સી. પી. કૃષ્ણન નાયર, ‘લીલા’ ઉદ્યોગસમૂહના સંસ્થાપક ઉદ્યોગપતિ

તહેવારો અને ઉજવણીઓ

  • વિશ્વ દૂરસંચાર દિવસ (World Telecommunication Day), જે હવે વિશ્વ માહિતી સંસ્થા દિવસ (World Information Society Day)ના નામે ઉજવાય છે.
  • વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ (વર્લ્ડ હાયપરટેન્શન ડે)

બાહ્ય કડીઓ