Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.
જુહુ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 19°06′N 72°50′E / 19.10°N 72.83°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગર |
મેટ્રો | મુંબઈ |
જુહુ એ મુંબઈનો પરાં વિસ્તાર છે. તે મુખ્યત્વે જુહુ દરિયાકિનારા માટે જાણીતો છે. જુહુની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વર્સોવા, પૂર્વમાં સાંતાક્રુઝ અને વિલે પાર્લે અને દક્ષિણે ખાર વિસ્તાર આવેલાં છે. જુહુ એ શહેરના સૌથી વૈભવી વિસ્તારોમાંનો એક તેમજ બોલીવુડ સિતારાઓનું રહેઠાણ છે. નજીકના મુંબઈ ઉપનગરીય રેલ્વે સ્ટેશનમાં સાંતાક્રુઝ, અંધેરી અને વિલે પાર્લે (પશ્ચિમ અને હાર્બર લાઇન પર)નો સમાવેશ થાય છે.
૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ જે. આર. ડી. ટાટાએ તેમની પહેલી હવાઇ ઉડાન પુશ મોથ વિમાનમાં કરાચીથી અમદાવાદ થઇને જુહુ એરપોર્ટ પર ભરી હતી.[૧][૨]
જુહુ દરિયા કિનારો ૬ કિમી લાંબો છે, જે વર્સોવા સુધી લંબાય છે અને જુહુનું લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ સ્થળે મુંબઈની લોકપ્રિય સેવપુરી, ભેળપુરી તેમજ પાઉંભાજીની દુકાનો/લારીઓ આવેલી છે. ગણેશ ચતુર્થી વિસર્જન દરમિયાન આ સ્થળનો બહોળો ઉપયોગ થાય છે.